Lok sabha Election 2024 Live: ભાજપના પ્રચંડ પ્રચાર વચ્ચે વિરોધ યથાવત, રાજકોટમાં વિશાળ ક્ષત્રિય અસ્મિતા સંમેલન

BJP Sankalp Patra Live Updates: ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાને 'સંકલ્પ પત્ર' નામ આપ્યું છે. આ વખતે પાર્ટી મેનિફેસ્ટોમાં યુવાનો, ખેડૂતો અને મહિલાઓ પર ફોકસ કરી રહી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 14 Apr 2024 03:26 PM

બ્રેકગ્રાઉન્ડ

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન...More

Lok Sabha Election 2024: રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન

Lok Sabha Election 2024: રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાઇ રહ્યુ છે.સાંજે પાંચ વાગ્યે રતનપરમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા  મહાસંમેલન યોજાશે. રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રૂપાલાના સ્થાને અન્યને ટિકિટ આપવા ક્ષત્રિય સમાજ સતત માંગણી કરી રહ્યાં છે. આ સંમેલનનમાં સામાજિક આગેવાનો સાથે રાજવી પરિવારો પણ  ઉપસ્થિત રહેશે. સંમેલનમાં એટલે મોટી જનમેદની એકઠી થવાની હોવાથી 100 વીઘા જમીન પર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 30 વીઘા જમીનમાં બેઠક વ્યવસ્થા કરાઇ છે