Lok Sabha Election 2024 Phase 3 LIVE: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

ત્રીજા તબક્કમાં આજે ગુજરાત લોકસભાની 25 બેઠક સહિત 12 રાજ્યોની 93 બેઠક માટે આજે મતદાન થઇ રહ્યું છે. લોકસભા ચૂંટણીને સબંધિત પળેપળની અપડેટ માટે અહીં ક્લિક કરો,

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 07 May 2024 06:55 PM

બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha Election 2024 Phase 3: લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે (7 મે)ના રોજ થશે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 25 બેઠકો પર...More

લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે,  રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે.  25 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે.  સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું છે. રાત્રે 12 વાગ્યે સત્તાવાર આંકડા સામે આવશે.