Lok Sabha Election Result 2024:  લોકસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણો આવવા લાગ્યા છે. અત્યાર સુધી જે વલણો સામે આવ્યા છે તેમાં એનડીએ સરકાર ચોક્કસપણે દેખાઈ રહી છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધન પણ જોરદાર ટક્કર આપી રહ્યું છે. જેના કારણે NDAને ઘણા મોટા રાજ્યોમાં સીધું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. પંજાબમાં આ વખતે આમ આદમી પાર્ટીએ કંઈક સારું પ્રદર્શન કર્યું છે. ચોક્કસપણે તેનું ખાતું દિલ્હીમાં ખૂલતું હોય તેવું લાગતું નથી, પરંતુ હાલમાં તે પંજાબમાં ત્રણ બેઠકો પર આગળ છે.


પંજાબમાં AAPનું પ્રદર્શન


પંજાબની વાત કરીએ તો અત્યારે આમ આદમી પાર્ટી હોશિયારપુર, આનંદપુર સાહિબ અને સંગરુરમાં લીડ લેતી દેખાઈ રહી છે. હોશિયારપુરમાં AAPના સુશીલ ગુપ્તા 25345 મતોથી આગળ છે, આનંદપુર સાહિબમાં મિલવિંદર સિંહ કંગ 6112 મતોથી આગળ છે. સંગરુરમાં ગુરમીત સિંહ મીત હય્યર 140248 મતોથી આગળ છે. જો હરિયાણાની વાત કરીએ તો ત્યાં આમ આદમી પાર્ટી એક સીટ પર આગળ ચાલી રહી છે.


રાજસ્થાનમાં આપને કેટલા મળ્યા મત


રાજસ્થાનમાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ કેટલાક વોટ મેળવ્યા છે. કેટલાક સમયથી પાર્ટી એક સીટ પર લડતી જોવા મળી રહી હતી, પરંતુ હવે ફરી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે અને ઘણી બેઠકો પર ભાજપને હરાવ્યું છે.


પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં એક મોટું આશ્ચર્ય જોવા મળ્યું છે. ટીએમસીએ 20થી વધુ સીટો પર લીડ મેળવી છે. તમામ નિષ્ણાતોએ જ દાવો કરી રહ્યા હતા કે ભાજપ પશ્વિમ બંગાળમાં સારુ પ્રદર્શન કરશે.