લોકસભા ચૂંટણી 2024ની 542 બેઠકોના પરિણામો જાહેર થયા છે. આ વખતે 15 સેલિબ્રિટીએ લોકસભા ચૂંટણી લડી હતી, જેમાંથી 11 સેલિબ્રિટીએ જીત મેળવી છે. વિજેતાઓમાં કંગના રનૌત, હેમા માલિની, શત્રુઘ્ન સિંહા, રવિ કિશન, મનોજ તિવારી જેવા નામો સામેલ છે, જ્યારે ભોજપુરી સ્ટાર્સ પવન સિંહ અને નિરહુઆ ખરાબ રીતે હારી ગયા છે.


વરિષ્ઠ અભિનેતા રાજ બબ્બરે હરિયાણાના ગુરુગ્રામથી ચૂંટણી લડી હતી. તેમની સામે ભાજપના નેતા રાવ ઈન્દ્રજીત સિંહ હતા. રાવ ઈન્દ્રજીત સિંહે રાજ બબ્બરને 75079 મતોથી હરાવ્યા છે.


ભોજપુરી સ્ટાર પવન સિંહ બિહારની કરકટ સીટ પરથી 99,256 વોટથી ચૂંટણી હારી ગયા છે. તેઓ કરકટથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. આ સીટ પર કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા રાજા રામ સિંહ જીત્યા છે.


ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડનાર દિનેશ લાલ યાદવ નિરહુઆ યુપીની આઝમગઢ સીટ પરથી 1,61,035 મતોથી હારી ગયા છે. તેમની સામે સપા નેતા ધર્મેન્દ્ર યાદવ હતા. નિરહુઆને સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ સામે 1 લાખ 61 હજારથી વધુ મતોથી હરાવ્યા છે.


ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાની લોકસભા ચૂંટણી 2024માં યુપીની અમેઠી બેઠક પરથી ચૂંટણી લડી હતી. સ્મૃતિને આ બેઠક પર કોંગ્રેસના કિશોરી લાલે હાર આપી છે.કોંગ્રેસના કિશોરી લાલને 539228 વોટ મળ્યા જ્યારે સ્મૃતિ ઈરાનીને 372032 વોટ મળ્યા. આ સાથે સ્મૃતિ ઈરાની કોંગ્રેસના કિશોરી લાલ સામે 167196 મતોથી હારી ગયા.


બોલિવૂડ અભિનેતામાંથી રાજકારણી બનેલા રાજ બબ્બરે કોંગ્રેસની ટિકિટ પર હરિયાણાની ગુરુગ્રામ બેઠક પરથી ચૂંટણી લડી હતી. જોકે રાજ બબ્બરને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજ બબ્બરને બીજેપીના ઈન્દ્રજીત સિંહે 75 હજારથી વધુ મતોથી હરાવ્યા છે.


ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહે બિહારની કરકટ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જો કે પવન સિંહ ચૂંટણીમાં ફ્લોપ રહ્યા અને હારી ગયા. ભોજપુરી સ્ટારને કોમ્યુનિસ્ટ પાર્ટીના રાજા રામ સિંહે 99 હજાર 256 મતોથી હરાવ્યા હતા.


મહારાષ્ટ્રની 48 લોકસભા સીટોમાંથી અમરાવતી સીટના પરિણામોની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ભાજપમાં જોડાયેલા નવનીત રાણા આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હતા. ભૂતપૂર્વ તેલુગુ ફિલ્મ અભિનેત્રી નવનીત રાણા આ બેઠક પરથી અગાઉ બે વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી ચૂકી છે. આ વખતે તે હેટ્રિક નોંધાવી શકી નહોતી. જ્યારે કોંગ્રેસના બળવંત વાનખડેને 526271 મત મળ્યા, જ્યારે નવનીત રાણાને 506540 ​​મતથી સંતોષ માનવો પડ્યો.