નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 (Lok sabha Election 2019)ના પરિણામની જાહેરાત આજે થવા જઈ રહી છે. આજે દેશની જનતા સામે એ સ્પષ્ટ થઈ જશે કે આગામી પાંચ વર્ષ માટે કોની સરકાર બનશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ફરીથી સત્તા સંભાળશે કે કોંગ્રેસના સારા દિવસો આવશે કે પછી ગઠબંધનની કિસ્મત ચમકશે. બીજી તરફ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આજે જાહેર થઈ રહ્યા છે. જોકે આ વખતે ચૂંટણી પરિણામ મોડા આવી શકે છે.


ગુજરાતમાં ચૂંટમી પરિણામ ત્રણથી ચાર કલાક મોડા આવી શકે છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોના પરિણામ વીવીપેટ મશીનોની પર્ચીઓની ગણતરીના કારણે ત્રણથી ચાર કલાક લેટ થઇ શકે છે. રાજ્યના મુખ્ય ચૂંટણી પંચ અધિકારી એસ મુરલી કૃષ્ણાએ જણાવ્યુ કે, ઇવીએમ મતોની ગણતરી બાદ પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાંથી વિના ક્રમ સિલેક્ટ કરવામાં આવેલી પાંચ ઇવીએમ મશીનોની વીવીપેટ પર્ચીઓની ગણતરી થશે. 26 લોકસભા બેઠકોમાં પ્રત્યેકમાં છથી સાત વિધાનસભા મતવિસ્તાર છે.