Lok Sabha Election Results 2024 Live: નીતિશકુમાર અને નાયડુની પાર્ટીએ એનડીએને સમર્થન પત્ર આપ્યું, પીએમ આવાસ પર બેઠક પૂર્ણ

Government Formation Live: લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આવી સ્થિતિમાં બુધવાર (5 જૂન)ના રોજ સરકાર બનાવવા અંગે ચર્ચા થવાની છે.

gujarati.abplive.com Last Updated: 05 Jun 2024 02:47 PM

બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha Election Results 2024 Live: લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે જ એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે એનડીએને સતત ત્રીજી વખત બહુમતી મળી છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએને...More

Lok Sabha Election Results 2024: નરેન્દ્ર મોદીએ પીએમ પદ પરથી રાજીનામું આપ્યું

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિના અધિકૃત એક્સ હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા.
વડાપ્રધાને કેન્દ્રીય મંત્રી પરિષદ સાથે રાજીનામું આપ્યું. રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકારી લીધું અને નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી વડા પ્રધાન અને કેન્દ્રીય પ્રધાન પરિષદને પદ પર ચાલુ રાખવા વિનંતી કરી.