Lok Sabha Elections Results 2024: ગુજરાતની તમામ 26 બેઠકો પર સત્તાવાર પરિણામ જાહેર થયું છે. ગુજરાતમાં ભાજપ 25 બેઠક પર વિજય મેળવવામાં સફળ રહી હતી, જ્યારે બનાસકાંઠા બેઠક કોંગ્રેસને મળી હતી.


રાજ્યની કઈ સીટ પર કોને કેટલી લીડથી થયો વિજય



  • કચ્છથી વિનોદ ચાવડાનો 2 લાખ 68 હજાર 782 મતથી વિજય

  • મહેસાણાથી હરિભાઈ પટેલનો 3 લાખ 28 હજાર 46 મતથી વિજય

  • સાબરકાંઠાથી શોભનાબેન બારૈયાનો 1,55,682 મતથી વિજય

  • ગાંધીનગરથી અમિત શાહનો 7,44,716 મતથી વિજય

  • અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલનો 4,61,755 મતથી વિજય

  • અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણાનો 2,86,437 મતથી વિજય

  • રાજકોટથી પરશોત્તમ રૂપાલાનો 4,84,260 મતથી વિજય

  • જામનગરથી પૂનમ માડમનો 2,38,008 મતથી વિજય

  • જુનાગઢથી રાજેશ ચુડાસમાનો 1,35,494 મતથી વિજય

  • અમરેલીથી ભરત સુતરીયાનો 3,21,068 મતથી વિજય

  • પાટણની ભરતસિંહ ડાભીનો 31 હજાર 876 મતથી વિજય

  • સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોરાનો 2,61,617 મતથી વિજય

  • રાજકોટથી પરશોત્તમ રૂપાલાનો 4,84,260 મતથી વિજય

  • ભાવનગરથી નિમુબેન બાંભણિયાનો 4,55,289 મતથી વિજય

  • આણંદ બેઠક પર મિતેષ પટેલનો 89,939 મતથી વિજય

  • ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણનો 3,57,758 મતથી વિજય

  • પંચમહાલ બેઠક પર રાજપાલસિંહનો 5,09,342 મતથી વિજય

  • દાહોદથી જશવંત ભાભોરનો 3,33,677 મતથી વિજય

  • વડોદરાથી હેમાંગ જોશીનો 5,82,126 મતથી વિજય

  • છોટાઉદેપુરથી જશુ રાઠવાનો 3,98,777 મતથી વિજય

  • ભરુચથી મનસુખ વસાવાનો 85,696 મતથી વિજય

  • બારડોલીથી પ્રભુ વસાવાનો 2,30,253 મતથી વિજય

  • નવસારીથી પાટીલનો 7,73,551 મતથી વિજય

  • વલસાડથી ધવલ પટેલનો 2,10,704 મતથી વિજય




રાજ્યમાં સી.આર.પાટીલની સૌથી મોટી લીડ


ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીથી ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે સૌથી મોટી લીડ મેળવી છે. નવસારીથી પાટીલની 7 લાખ 67 હજાર 927 મતથી જીત થઈ છે. જ્યારે બીજા નંબરે અમિત શાહ છે. ગાંધીનગરથી અમિત શાહની 7 લાખ 43 હજાર 500 મતથી જીત થઈ છે.




ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટ રૂપાલાને ખોબલે ખોબલે આપ્યા મત


પરિણામ પહેલા સૌથી ચર્ચાસ્પદ રાજકોટ બેઠકને લઈને લોકોમાં ભારે ઉત્તેજના હતી. જો કે, રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવારન પરશોત્તમ રૂપાલાની 4,84,260 મતની લીડ સાથે ભવ્ય જીત થઈ છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી 37,3724 મત મળ્યા છે. નોંધનીય છે કે, ચૂંટણી દરમિયાન રૂપાલાએ કરેલા ક્ષત્રિય અંગેના નિવેદનને લઈને તેમનો વિરોધ થયો હતો.