અમદાવાદ: 23 તારીખે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે મતદાન થયું હતું. ગુજરાતમાં સરેરાશ 63.67 ટકા મતદાન થયું છે. જ્યારે 2014માં 63.66 ટકા મતદાન થયું હતું. જોકે ગુજરાતની અમરેલી બેઠક પર સૌથી ઓછું મતદાન થયું છે. અમરેલી બેઠક પર 55.73 ટકા મતદાન થયું છે. જ્યારે 2014માં 54.47 ટકા મતદાન થયું હતું.

અમરેલી બેઠક પર આ વખતે સૌથી ઓછું મતદાન થયું છે. અમરેલી બેઠક પર 55.73 ટકા મતદાન થયું છે. અમરેલી બેઠક પર ભાજપમાંથી નારણ કાછડિયા અને કોંગ્રેસમાંથી વિપક્ષ નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે.

નોંધનીય છે કે, અમરેલી બેઠક પર 2014માં 54.47 ટકા મતદાન થયું હતું. જોકે 2014ની તુલનામાં આ વખતે વધારે મતદાન થયું છે.