નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019નો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. બોલિવૂડ સ્ટાર્સ પણ આ ચૂંટણી પ્રચારમાં સામેલ થઈ રહ્યા છે. રાજસ્થાનના હનુમાનગઢમાં કોંગ્રેસ ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરવા આવેલ અભિનેત્રી મહિમા ચૌધરી ઘાયલ થઈ ગઈ હતી.



રોડ શો દરમિયાન પીકઅપ જીપમાં વધુ લોકો સવાર હોવાને કારણે જીપ તૂટી જતા તેમાં સવાર લોકો નીચે પટકાયા. અભિનેત્રી મહિમાં ચૌધરી પણ આ જીપમાં જ સવાર હતી. ઘટના બાદ તેમને સારવાર અર્થ ખસેડવામાં આવી હતી. જાણકારી પ્રમાણે દુર્ઘટનામાં મહિમા ચૌધરીને સામાન્ય ઇજા પહોંચી છે.

સ્ટાર પ્રચારકોની સભાઓ અને ફિલ્મ સ્ટાર્સના રોડ શોમાં પાર્ટીઓએ ખાસ ધ્યાન આપ્યું છે. ચરુ લોકસભા ક્ષેત્રથી કોંગ્રેસના ઉમેદવાર રફીક મંડેલિયાના સમર્થનમાં મહિમા ચૌધરીની સાથે જ ફિલ્મ સ્ટાર અમીષા પટેલે પણ રોડ શો કર્યો છે. અમીષાએ ચરુના રતનગઢ શહેરમાં રોડ શો કર્યો હતો.