શત્રુઘ્નને ટિકિટ ન આપવા પાછળના આ કારણો માનવામાં આવી રહ્યાં છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સતત તીખા પ્રહારો કરવા, ભાજપના બાગી નેતા યશવંત સિન્હા અને અરુણ શૌરી સાથે આવવું ભારે પડ્યું, કોલકતામાં મમતા બેનર્જી અને દિલ્હીમાં આપની રેલીમાં સામેલ થવું, સરકારની નીતિઓની આલોચના કરવું તેમને ભારે પડ્યું છે.
એનડીએએ બિહારથી ઉમેદવારોની યાદી કરી જાહેર, આ દિગ્ગજ નેતાઓનું પત્તું કપાયું
લોકસભા ચૂંટણીઃ ભાજપે 36 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, જાણો કોને કોને મળી ટિકીટ?
અહેવાલમાં પ્રમાણે, ભાજપમાંથી ટિકિટ કપાયા બાદ શત્રુઘ્ન મહાગઠબંધનના ઉમેદવાર બની શકે છે. શત્રુઘ્ન જો કૉંગ્રેસ કે આરજેડીની ટિકિટ પરથી ચૂંટણી લડશે તો આ મુકાબલો રસપ્રદ રહેશે. શત્રુઘ્ન બે ટર્મ આ બેઠક પરથી સાંસદ રહી ચુક્યાં છે. રવિશંકર પ્રસાદ પહેલીવાર આ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે તેથી તેમના પાટે પડકારરૂપ રહેશે.
મથુરામાં હેમા માલિની સામે કોંગ્રેસ ઉતારી શકે છે ડાન્સર સપના ચૌધરીને, જુઓ વીડિયો