નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપે આજે ચોથી યાદી જાહેર કરી છે. જોકે આ યાદી એનડીએની સંયુક્ત યાદી એટલે કે બિહારની તમામ સીટની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ, જેડીયું અને એલજેપીએ સંયુક્ત રીતે 40 ઉમેદવારોના નામની યાદી જારી કરી છે. જેમાં ભાજપ-જેડીયુના 17-17 અને એલજેપીએ 6 સીટો પર ઉમેદવારના નામોની યાદી જારી કરી છે.
ભાજપના કેન્દ્રીય મંત્રી રાધા મોહન સિંહને પૂર્વ ચપંરાણથી ટિકિટ મળી છે. તો રાજીવ પ્રતાપ રૂડીને સારણથી ટિકિટ આપવમાં આવી છે. જ્યારે ઉજિયારપુરથી નિત્યાનંદનું પત્તું કપાયું છે.
જ્યારે ગિરિરાજ સિંહની સીટ બદલવામાં આવી છે અને તેમને બેગૂસરાયથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે મુંગેરથી લલ્લન સિંહને ટિકિટ આપવામાં આવી છે. પટના સાહિબથી રવિ શંકર પ્રસાદને ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા આ સીટ પર શત્રુઘ્ન સિંહા ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા.
ભાજપે શાહનવાઝ હુસૈનનું પત્તું કાપ્યું છે અને તેમને ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે જમૂઈથી ચિરાગ પાસવાન એલજેપીની સીટ પર ચૂંટણી લશે.