અમેઠી: લોકસભા ચૂંટણીની તડામાર તૈયારી ચાલી રહી છે ભાજપ અન કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેવારનોની જાહેરાત પણ ચાલુ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અમેઠીમાંથી ચૂંટણી લડવાના છે જ્યારે ભાજપમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી સામે ઝંપલાવ્યું છે. આગામી દિવસોમાં અમેઠી બેઠક પર વોટિંગ કરવામાં આવશે જેનું પરિણામ 23 તારીખે આવશે.



અમેઠીમાં રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે જંગ જામશે. નોંધનીય છે કે, 2014માં પણ ભાજપે સ્મૃતિ ઈરાનીને અમેઠીથી ઉમેદવાર જાહેર કર્યાં હતાં જોકે તેમનો પરાજય થયો હતો જ્યારે રાહુલ ગાંધીને વિજય થયો હતો. હવે આ વખતે રાહુલ ગાંધીનો વિજય થાય છે કે સ્મૃતિ ઈરાની વિજય થાય છે તે જોવાનું રહ્યું.



કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ફરી એકવખત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરૂદ્ધ યુપીની અમેઠી લોકસભા સીટ પરથી ટિકિટ આપી છે. તેના પર સ્મૃતિ ઇરાની એ ટ્વીટ કરીને લખ્યું કે અમેઠીનું પ્રતિનિધિત્વ કરવાનું સમ્માન મળ્યું, અમેઠીના કાર્યકર્તાઓનો પ્રેમ મળ્યો. હવે કમળનું ફૂલ ખિલવાનું છે, નવો ઇતિહાસ બનવાનો છે.