Banakantha Lok Sabha Seat: ગુજરાતમાંથી કોંગ્રેસ (Gujarat congress) માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા સીટ (banaskantha seat) પરથી ગેનીબેન ઠાકોરની (geniben thakor) જીત થઈ છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલે (Shaktisinh Gohil) ટ્વિટ કરીને ગેનીબેન ઠાકોરને અભિનંદ પાઠવ્યા હતા.


સરહદીય વિસ્તારમાં દિવાળી જેવો માહોલ


ગેનીબેનના જીતની ઉજવણી થરાદમાં ફટાકડા ફૂટ્યા છે. શંકર ચૌધરીના ગઢ થરાદમાં ગેનીબેન ઠાકોરના વિજયનો જશ્ન મનાવાયો હતો. સરહદીય વિસ્તારમાં દિવાળી (diwali) જેવો માહોલ સર્જાયો હતો.


કોણ છે ‘મહિલા દબંગ નેતા’ ગેનીબેન ઠાકોર? (Female Dabangg Leader Ganiben Thakor?)


ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ એક કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. ગેનીબેને વાવ મત વિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. ગેની બેનને અખબારી સ્રોતો દ્વારા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે.


બનાસકાંઠા બેઠક પર સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો


બનાસકાંઠા બેઠક પર બંને મહિલા ઉમેદવાર મોટી સંખ્યામાં મતદાર ધરાવતા સમાજમાંથી આવે છે. બનાસકાંઠા બેઠક પર કુલ 19.53 લાખ મતદારોમાં સૌથી વધુ 3.43 લાખ ઠાકોર મતદાર અને 2.70 લાખ ચૌધરી સમાજના મતદારો આવેલા છે. ત્યારે આ બંને સમાજના મતદારો પરિણામ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ નવ વિધાનસભા બેઠક પૈકીની વડગામ અને કાંકરેજ બેઠક પાટણ લોકસભા મતદાર વિસ્તારમાં આવે છે. તેને બાદ કરતા દાંતા, પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ, થરાદ અને દિયોદર મળી સાત વિધાનસભા બેઠકો આવેલી છે. બનાસકાંઠા બેઠક ઉપર કુલ 19,53,287 મતદારો નોંધાયેલા છે.