Lok Sabha Election 2024: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. મધ્ય પ્રદેશ બીજેપી અધ્યક્ષ વિષ્ણુ દત્ત શર્માના નમકન ખાતે પહોંચેલી સ્મૃતિ ઈરાનીએ રેલીમાં લોકોને તેમના માટે વોટ કરવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, હું એવા વિસ્તારની છું જ્યાં એક પરિવારે પાંચ દાયકા સુધી શાસન કર્યું છે.


'પહેલાં કપાળ પર તિલક અને રામનું નામ અભિશાપ હતું'


કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, "તે પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરવાનો અર્થ એક સમયે મૃત્યુનો સામાન ઘરે લાવવાનો હતો. આવો માહોલ રહેતો હતો. તે પ્રદેશમાં કપાળ પર તિલક લગાવવું, રામનું નામ લેવું એક રાજકીય અભિશાપ માનવામાં આવતું હતું."


કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાયનાડમાં ઉમેદવારી નોંધાવી હતી. આ અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "હું જે વિસ્તારની પ્રતિનિધિ છું તે વિસ્તારમાં કોંગ્રેસનો હાથ હતો, પરંતુ તે સમયે સાઇકલ પણ દોડતી હતી. હું તે વિસ્તારથી છું જ્યાંથી હાથને સાફ કરવામાં આવ્યો અને સાયકલને પંચર કરવામાં આવી. આ વંદે ભારતનો યુગ છે, તેઓ હજુ પણ સાયકલ પર મુસાફરી કરે છે.




'હારના ડરથી ભાગવું એ કોંગ્રેસનો સ્વભાવ છે'


સ્મૃતિ ઈરાનીએ કટાક્ષ કરતાં કહ્યું કે, "હારના ડરથી ભાગવું એ કોંગ્રેસનો સ્વભાવ બની ગયો છે, અમેઠીના લોકોને પૂછો. જેની પડખે સત્ય અને લોકશાહી છે, તેની જીત નિશ્ચિત છે. એક સમયે, જે પક્ષ પાસે માત્ર બે સાંસદ હતા, આજે તેઓ 400થી વધુના નારા લગાવવાની ક્ષમતા ધરાવે છે અને નમ્રતાપૂર્વક મતદારો પાસેથી મત માંગે છે. આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મતદાન પહેલા જ પોતાની હાર સ્વીકારી લીધી છે."


આ દરમિયાન તેમણે કાર્યકરને કહ્યું, "જ્યારે તમે નમ્રતાથી લોકોના ઘરે જાઓ છો, ત્યારે તેમને પૂછો કે જો PM મોદી ન હોત અને દેશની બાગડોર કોંગ્રેસના હાથમાં હોત તો શું દેશમાં દરેક ગરીબના ઘરે મફત રાશન પહોંચ્યું હોત? "