Arvind Kejriwal:  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની અધ્યક્ષતાવાળી દિલ્હી હાઈકોર્ટની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. કેજરીવાલે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આ પછી હાઈકોર્ટે ઈડી પાસે જવાબ માંગ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે પોતાનો જવાબ રજૂ કર્યો હતો.






'કેજરીવાલની કોઈપણ પુરાવા વગર ધરપકડ કરવામાં આવી હતી'


કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. સિંઘવીએ કહ્યું કે પીએમએલએની કલમ 50 હેઠળ કેજરીવાલ વિરુદ્ધ કોઈ સામગ્રી નથી. EDએ પહેલું સમન્સ 30 ઓક્ટોબર 2023ના રોજ મોકલ્યું હતું અને 9મું સમન્સ 16 માર્ચ 2024ના રોજ મોકલવામાં આવ્યું હતું. પ્રથમ અને છેલ્લા સમન્સ વચ્ચે છ મહિના વીતી ગયા. કેજરીવાલની કોઈપણ પુરાવા વગર ધરપકડ કરવામાં આવી હતી.






સિંઘવીએ કહ્યું હતું કે આ કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરતા રોકવા માટે કરવામાં આવ્યું હતું. પ્રથમ મતદાન થાય તે પહેલા જ કેજરીવાલ અને તેમની પાર્ટીને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમની પાસે કોઈ પુરાવા નથી માત્ર સરકારી સાક્ષીઓના નિવેદનના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. રેડ્ડીની 10 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તેણે 9 નિવેદન આપ્યા. ધરપકડ પહેલા 7 અને ધરપકડ પછી 2. આ હાસ્યાસ્પદ છે. તપાસકર્તાઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી તમે કેજરીવાલ વિરુદ્ધ નિવેદન નહીં આપો, અમે નિવેદન નોંધતા રહીશું.


'અમારે આપની સંપત્તિ જપ્ત કરવાની છે'


EDએ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે આ કેસની તપાસ પ્રારંભિક તબક્કામાં છે અને જ્યાં સુધી કેજરીવાલનો સવાલ છે, તપાસ પૂરી થઈ નથી.


ED તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટમાં કહ્યું કે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી ખોટી દલીલો આપી રહ્યા છે. આનો કોઈ આધાર નથી.તેમણે વધુમાં કહ્યું કે પોતાને સામાન્ય વ્યક્તિ ગણાવતા લોકો ત્રણ વકીલોને કેવી રીતે પૈસા આપી શકે છે


કેજરીવાલની અરજી પર હાઈકોર્ટમાં ઈડી તરફથી હાજર થયેલા એએસજી રાજુએ કહ્યું હતું કે સિંઘવીની તમામ દલીલો અપ્રમાણિક છે. તેમણે કેસ રદ કરવા માટે દલીલો રજૂ કરી હતી. આ પ્રારંભિક તબક્કો છે. અમારે મિલકત જપ્ત કરવાની છે. પરંતુ સમસ્યા એ છે કે તેના પર એવું કહેવામાં આવશે કે ચૂંટણી સમયે પાર્ટીને હેરાન કરવામાં આવી રહી છે. જો અમે કોઈ જપ્તી નથી કરતા તો તે કહેશે કે અમારી વિરુદ્ધ સંપત્તિ જપ્ત થયાની કોઇ કાર્યવાહી થઇ નથી, અમે નિર્દોષ છીએ.