Lok Sabha Elections Result 2024: લોકસભા ચૂંટણીના પરિણામોએ તમામ 543 બેઠકો પર પ્રારંભિક વલણ જાહેર કરવામાં આવ્યા છે.  ટ્રેન્ડમાં એનડીએ ગઠબંધન 300ને પાર પહોંચી ગયું છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન 210 પર આગળ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકના પ્રારંભિક વલણોમાં ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે.


ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રારંભિક વલણો અનુસાર, અત્યાર સુધી આ પક્ષો આગળ છે-


ભાજપ-12


શિવસેના- 7


શિવસેના (UBT)- 10


NCP (SCP)- 8


NCP:1


કોંગ્રેસ-9


અન્ય- 1


મહારાષ્ટ્રની સોલાપુર સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર પ્રણિતી શિંદે આગળ છે. તે પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેની પુત્રી છે. પ્રણિતી પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. મહારાષ્ટ્રમાં મત ગણતરીના પ્રથમ બે કલાકમાં ઇન્ડિયા અને એનડીએ ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે મુંબઈની કલ્યાણ બેઠક પરથી અને અમોલ કોલ્હે શિરુરથી આગળ ચાલી રહ્યા છે.


મહારાષ્ટ્રની અમરાવતી બેઠક પરથી ભાજપના ઉમેદવાર નવનીત રાણા પાછળ ચાલી રહ્યા છે. આ બેઠક પર તેઓ કોંગ્રેસના બળવંત વાનખડે સામે ચૂંટણી લડી રહ્યા છે. નવનીત રાણા ગત વખતે અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા. આ ચૂંટણીમાં તે ભાજપના ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. ઉત્તર મુંબઈથી પીયૂષ ગોયલ, બારામતીથી સુપ્રિયા સુલે અને શિરુરથી અમોલ કોલ્હે આગળ છે.


પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થયું હતું

પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થયું હતું.

બીજો તબક્કામાં 26 એપ્રિલે  89 બેઠકો પર મતદાન થયું હતું

બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થયું હતું. બીજા તબક્કામાં દેશોના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું.  દેશની 89 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

ત્રીજા તબક્કામાં 7મેના રોજ 94 બેઠકો પર મતદાન થયું હતું

ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

ચોથા તબક્કામાં 13 મેના રોજ  96 બેઠકો પર મતદાન થયું હતું

ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

પાંચમા તબક્કામાં  20 મેના રોજ 49 બેઠકો પર મતદાન થયું હતું

પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થયું હતું. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ  57 બેઠકો પર મતદાન થયું હતું

છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થયું હતું. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

સાતમા તબક્કામાં 57 સીટો પર 1 જૂને મતદાન થયું હતું

સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થયું હતું. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થયું હતું.