ગાંધીનગરમાં અમિત શાહ સામે કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Mar 2019 09:07 AM (IST)
ગાંધીનગરઃ ગઈ કાલે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટેના 184 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર બેઠક માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અમિત શાહને ટિકીટ આપતાં અડવાણીનું પત્તુ કપાઇ ગયું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, કોંગ્રેસ ગાંધીનગરમાં અમિત શાહ કોને ઉતારે છે. ગાંધીનગર બેઠક પરથી સી.જે.ચાવડાને કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડાવે તેવી શક્યતા છે. સી.જે. ચાવડા ગાંધીનગર ઉત્તરના વર્તમાન ધારાસભ્ય છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી ગાંધીનગર બેઠક પર નિશિત વ્યાસનું નામ પણ ચાલ્યું હતું. જોકે, સી.જે. ચાવડાનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.