આકાશ અંબાણી અને શ્લોકાની શાહી બગીમાં થઈ એન્ટ્રી, જુઓ તસવીરો
ઝારખંડમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં તમામ રાજનૈતિક પાર્ટીઓ લાગી ગઈ છે. એવામાં ક્ષેત્રીય પાર્ટી ઝારખંડ પીપુલ્સ પાર્ટીના સુપ્રિમો સૂર્ય સિંહ બેસરા સર્કિટ હાઉસમાં બેઠક કરી પાર્ટીની રણનીતિનો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે, ઝારખંડમાં 14 અલગ-અલગ પાર્ટીઓ જનમત બેનર હેઠળ તમામ લોકસભા બેઠક પર ચૂંટણી લડશે.
તેમણે જણાવ્યું કે, જેએમએમ, ઉલગુલાન ઝારખંડ પાર્ટી, હોરો રાષ્ટ્રીય સેન્ગેલ પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ, એમસીસી, સીપીઆઈ, સીપીએમ, સીપીએમએલ, આમ આદમી પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, બહુજન સમાજ પાર્ટી જેવા 14 સંગઠન મળીને ભાજપા સરકારને ઉખાડી ફેકવાનું કામ કરશે. જમશેદપુર લોકસભા બેઠક માટે તેમણે જણાવ્યું કે, તનુશ્રી દત્તા સાથે વાતચીત ચાલી રહી છે. તેમના પિતાએ લીલી ઝંડી આપી દીધી છે. તનુશ્રી દત્તા જમશેદપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી પૂરી સંભાવના છે.
વાંચોઃ બોલીવુડની આ હોટ એક્ટ્રેસને મળી એવી બર્થ ડે ગિફ્ટ કે ખુશીના માર્યા આવી ગયા ચક્કર, જાણો વિગત
તનુશ્રી દત્તા લાંબા સમયથી બોલીવુડમાંથી ગાયબ છે. ગત વર્ષે તેણે #metoo હેઠળ એક્ટર નાના પાટેકર પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. તનુશ્રી દત્તાનું કહેવું છે કે, 2008માં નાના પાટેકરે ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના સેટ પર તેની સાથે સ્ક્શ્યુઅલ હેરેસમેન્ટ કર્યું હતું.