લોકસભા ચૂંટણી પરિણામ: ગુજરાતની 26 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 May 2019 07:13 AM (IST)
લોકસભા ચૂંટણીના પરિણામ આજે આવશે. ગુજરાતની 26 લોકસભા બેઠકો અને ચાર વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી સવારે 8 કલાકથી શરૂ થશે.
ગાંધીનગર: લોકસભા ચૂંટણીના પરિણામ આજે આવશે. ગુજરાતની 26 લોકસભા બેઠકો અને ચાર વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી સવારે 8 કલાકથી શરૂ થશે. રાજ્યમાં 26 સંસદીય મત વિસ્તાર તથા ઘ્રાંગઘ્રા, જામનગર ગ્રામ્ય,ઊંઝા, માણાવદર પેટાચૂંટણી માટે મતગણતરી હાથ ધરાશે. મહત્વનું છે કે ગત લોકસભાની 2014ની ચૂંટણીમાં ભાજપે રાજ્યની 26 બેઠકો પર જીત મેળવી હતી. ગાંધીનગર લોકસભા મતગણતરી માટે 125 માઈક્રો ઓબ્ઝર્વ, 125 કાઉન્ટીગ આસિસ્ટન્ટ, 125 સુપરવાઈઝર ફરજ બજાવશે. વિધાનસભા મત વિસ્તાર મતગણતરી પ્રમાણે 100 કર્મચારી ફરજ બજાવશે. લોકસભા ચૂંટણીની મતગણતરી ગુરૂવારે એકસાથે 28 કેન્દ્ર પર થશે. ઇવીએમની વિશ્વસનીયતા સામે વિપક્ષોની શંકાને પગલે ચૂંટણી પંચે મતગણતરીની પ્રક્રિયામાં વધુ 12 ઓબ્ઝર્વર બહારથી નિયુક્ત કર્યા છે. એલડી એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની ફરતે 200 મીટરમાં પાર્કિંગ અને એન્ટ્રી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.