શ્રીનગર: લોકસભા ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન ગુરુવારે કરવામાં આવ્યું. ત્યારે બાકીના તબક્કા માટે યોજાનાર ચૂંટણી માટે પ્રચાર પણ ચાલુ છે. થોડા સમય પહેલા જ ક્રિકેટરમાંથી ભાજપના નેતા બનેલા ગૌતમ ગંભીરે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ઉધમસિંહ નગરમાં ચૂંટણી રેલી કરી હતી. તે દરમિયાન રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી પર આકરા પ્રહારો કર્યા હતા. ગૌતમ ગંભીરે કહ્યું કે, “મહબૂબા મુફ્તી મને બ્લોક કરી શકે છે, પરંતુ દેશની 130 કરોડ જનતાને નહીં. આ દેશમાં એક લહેર ચાલી રહી છે. જેની સાથે તે નથી. 2014માં વિકાસના નામ પર લહેર હતી અને 2019માં તે લહેર એક સુનામી બની ચુકી છે.” ગંભીરે જનસભાને સંબોધન કરતા કહ્યું કે દેશમાં ક્યારેય પણ બે વડાપ્રધાન હોઈ શકે નહીં. આ દિગ્ગજ નેતાની ધમકી, જો 370 અને 35 એ કલમ નાબૂદ કરાશે તો કાશ્મીર નહીં દેશ ભડકે બળશે લોકસભા ચૂંટણીઃ પોલિંગ બૂથમાં ‘નમો ફૂડ્સ’ના વહેંચાયા ફૂડ પેકેટ, જાણો પછી શું થયું ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીર અને મહેબૂબા મુફ્તી વચ્ચે આ પહેલા ટ્વિટ વોર પણ છેડાયું હતું. બે વડાપ્રધાનવાળા નિવેદન પર ગૌતમ ગંભીરે ઉમર અબ્દુલ્લા પર પણ પ્રહાર કર્યાં હતા. જો કે અબ્દુલ્લાએ પણ તેના પર પલટવાર કર્યો હતો.