અમદાવાદ: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે ભાજપે ગુજરાતના 16 ઉમેદવાર જાહેર કરી દીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી તો અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં ગુજરાતમાં 4 ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જોકે ગુજરાતની 10 એવી બેઠકો છે જે ભાજપમાં વિવાદ ઉભો કરી શકે છે જેના કારણે ભાજપે આ 10 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. જ્યારે કોંગ્રેસના 22 ઉમેદવાર જાહેર કરવાના હજુ બાકી છે. જોકે ભાજપની 10 બેઠકોના સંભવિત ઉમેદવારનો નામ સામે આવ્યા છે.



ભાજપના સંભવિત ઉમેદવારોની યાદી

1. પંચમહાલ
પ્રભાતસિંહ ચૌહાણ (વર્તમાન સાંસદ) અથવા સી.કે.રાહુલજી

2. છોટાઉદેપુર
રામસિંહ રાઠવા (વર્તમાન સાંસદ), જસુભાઈ રાઠવા અથવા જયંતિભાઈ રાઠવા (પૂર્વ ધારાસભ્ય)

3. સુરત
દર્શના જરદોશ (વર્તમાન સાંસદ), નીતીન ભજીયાવાલા (શહેર પ્રમુખ) અથવા અજય ચોક્સી (પૂર્વ મેયર)

4. આણદ
દિલીપ પટેલ (વર્તમાન સાંસદ) અથવા દિપક સાથી (પૂર્વ સાંસદ)

5. મહેસાણા
જયશ્રીબેન પટેલ (વર્તમાન સાંસદ), કે.સી.પટેલ (ભાજપ મહામંત્રી), સી.કે.પટેલ (પાટીદાર અગ્રણી) અથવા જીવાભાઈ પટેલ

6. પાટણ
નટુજી ઠાકોર (પૂર્વ સાંસદ), ભાવસિંહ રાઠોડ (પૂર્વ ધારાસભ્ય), જુગલ ઠાકોર (પ્રદેશ મંત્રી) અને ભરતસિંહ ડાભી

7. બનાસકાંઠા
હરિભાઈ ચૌધરી (વર્તમાન સાંસદ), પરથી ભટોળ અને શંકર ચૌધરી (પૂર્વ મંત્રી)

8. અમદાવાદ પૂર્વ
હરિન પાઠક (પૂર્વ સાંસદ), મનોજ જોશી, સી.કે.પટેલ અથવા અસીત વોરા

9. પોરબંદર
લલિત રાદડિયા, જશુમતિબેન કોરાટ અથવા મનસુખ ખાચરીયા

10. જૂનાગઢ
રાજેશ ચુડાસમા (વર્તમાન સાંસદ), જ્યોતિબેન વાછાની અથવા જી.પી.કાઠી



ભાજપે ટીકિટ આપી તે ઉમેદવારનો નામ

1. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ
2. કચ્છમાંથી વિનોદ ચાવડા
3. સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ
4. અમદાવાદથી પશ્ચિમ બેઠક પરથી કિરીટ સોલંકી
5. સુરેન્દ્રનગરથી ડો.મહેન્દ્ર મુંજપરા
6. રાજકોટથી મોહન કુંડારિયા
7. જામનગરથી પૂનમબેન માડમ
8. અમરેલીથી નારણ કાછડિયા
9. ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળ
10. ખેડા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણ
11. દાહોદથી જશવંતસિંહ ભાભોર
12. વડોદરાથી રંજનબેન ભટ્ટ
13. ભરૂચથી મનસુખભાઈ વસાવા
14. બારડોલીથી પ્રભુભાઈ વસાવા
15. નવસારીથી સીઆર પાટીલ
16. વલસાડથી કે સી પટેલ