રાજકોટઃ લોકસભા ચૂંટણીને લઈ દરેક પક્ષો તૈયારીમાં લાગી રહ્યા છે. ભાજપના બાગી નેતા અને પાસના પૂર્વ નેતા રેશ્મા પટેલે થોડા દિવસો પહેલા પોરબંદરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. હવે આ સીટ પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતાએ દાવેદારી નહીં નોંધાવવાની જાહેરાત કરી છે.


વાંચોઃ ચૂંટણી પહેલા મોદી સરકારની મોટી ભેટ, મકાનો પર GSTના દરમાં કર્યો ઘટાડો, જાણો વિગત

ગુજરાત કોંગ્રેસના ટોચના નેતા અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. આજે તેમણે કહ્યું કે, હું ચૂંટણી નહીં લડું પણ લડાવીશ. મેં મારા આગેવાનોને વાત કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર પહેલાથી જ લોકસભા ચૂંટણી લડવાની ના પાડી ચુક્યા છે. પૂર્વ પાસ કન્વીનર અને ભાજપના નેતા રેશમા પટેલે થોડા દિવસો પહેલા જણાવ્યું કે, હું પોરબંદરની બેઠક પરથી ચૂંટણી લડીશ. કયા પક્ષમાંથી ચૂંટણી લડીશ તે નક્કી નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડીશ. રેશમા પટેલનું વતન જૂનાગઢનું ઝાંઝરડા ગામ છે. 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તેણે અહીંથી મતદાન કર્યું હતું.