શ્રીદેવીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જહાન્વી મારી ઘણી નજીક છે. જ્યારે ખુશી તેના પિતા બોની કપૂરની વધારે નજીક છે. જાહન્વી શ્રીદેવીના અંતિમ સમયમાં તેની સાથે નહોતી અને તે ડેબ્યૂ ફિલ્મ ધડકનું શૂટિંગ કરતી હતી.
શ્રીદેવીની વરસી પર 14 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં એક વિશેષ પૂજા પણ રાખવામાં આવી હતી. જેમાં તેનો પૂરો પરિવાર સામેલ હતો. હિન્દુ પંચાગ મુજબ 14 ફેબ્રુઆરીએ તેની પ્રથમ વરસી હતી. જેમાં શ્રીદેવીનો પરિવાર ઇમોશનલ નજરે પડ્યો હતો. શ્રીદેવીની દીકરી જહાન્વી કપૂરની આંખમાંથી આંસુ નહોતા રોકાતા.
ફેબ્રુઆરી, 2018માં શ્રીદેવી તેના ભાણેજ મોહિત મારવાગના લગ્નમાં સામેલ થવા માટે દુબઈ ગઈ હતી. જ્યાં હોટલના રૂમના બાથટબમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું.
વારંવાર જોવામાં આવી રહ્યો છે શ્રીદેવીનો આ Video