નવી દિલ્હીઃ અમેઠી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીએ ઉમેદવારી પત્ર ભરતાં પહેલા પૂજા કરી હતી. તેમની સાથે પતિ ઝુબેન ઇરાની પણ હતા. 2014માં પણ સ્મૃતિએ રાહુલ ગાંધી સામે અહીંથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે ચૂંટણીમાં તેમની હાર થઈ હતી. તેમ છતાં આ વખતે તેઓ ફરીથી રાહુલ ગાંધી સામે અહીંથી લડશે.


અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીએ ગઈકાલે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. રાહુલ ગાંધીએ ઉમેદવારી પત્ર ભરતાં પહેલા રોડ શો પણ કર્યો હતો.


અમેઠીમાં રોડ શો બાદ રાહુલ ગાંધીએ ભર્યું ઉમેદવારી પત્ર, સોનિયા ગાંધી, પ્રિયંકા-રોબર્ટ વાડ્રા રહ્યા હાજર

VIDEO: કર્ણાટકમાં મતદારોને રીઝવવા કોંગ્રેસના મંત્રીએ કર્યો નાગિન ડાંસ

અમેઠીમાં પ્રિયંકા ગાંધીએ તેના બાળકો સાથે લીધી સેલ્ફી, સોશિયલ મીડિયામાં થઈ વાયરલ