નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાત તબક્કા પૈકી પાંચ તબક્કાનું વોટિંગ પૂર્ણ થઈ ગયું છે. આખરી બે તબક્કાનો પ્રચાર હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ બંને એકબીજા પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે.


કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હરિયાણાના અંબાલામાં કહ્યું, ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતા ક્યારેક નથી કહેતા કે તેમણે જે વાયદા કર્યા હતા તેને પૂરા કર્યા છે. ક્યારેક શહીદોના નામ પર વોટ માંગે છે તો ક્યારેક મારા પરિવારના શહીદ સભ્યોનું અપમાન કરે છે. જ્યારે તમે તમારા ખિસ્સામાં હાથ નાંખી પાકિટ ખોલશો ત્યારે ખબર પડશે કે તેમાંથી પૈસા મોદીએ કાઢી લીધા છે. આદિવાસી ભાઈઓ-બહેનો તમે જળ-જંગલ-જમીનને જુઓ તો ખબર પડશે કે અનિલ અંબાણીને મોદીએ તમારા જળ-જંગલ-જમીન આપી દીધી છે. દેશે અહંકારીને ક્યારેય માફ નથી કર્યા, આવો અહંકાર દુર્યોધનને પણ હતો. જ્યારે ભગવાન કૃષ્ણ તેને સમજાવવા ગયા ત્યારે દુર્યોધને બંધક બનાવવાની કોશિશ કરી હતી.

બીજેપી અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ મદિનાપુરમાં એક રેલીમાં કહ્યું કે, 3 દિવસથી જોઈ રહ્યું છું કે બંગાળમાં જયશ્રી રામ બોલવા પર મમતા દીદીને વાંધો છે. તમે મને જણાવો કે ભારતના કોઇ પણ ખૂણામાં ભારતીય સંસ્કૃતિના પ્રતીક, જેમનું જીવન પ્રજાને સમર્પિત હતું એવા રાજા રામનું નામ લેવાથી આપણને કોઇ કેમ રોકી શકે ? ભગવાન રામનું નામ જો ભારતમાં ન લેવામાં આવે તો શું પાકિસ્તાનમાં લેવાશે ?

પ્રિયંકા ગાંધીના દુર્યોધનવાળા નિવેદન પર પલટવાર કરતાં અમિત શાહે કહ્યું કે, દુર્યોધન કોણ અને અર્જુન કોણ તે 23 મેના રોજ જનતા નક્કી કરશે.

ગુજરાતના વાતાવરણમાં પલ્ટો, 8થી 10 તારીખ સુધી કઈ-કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ, જાણો વિગત

EVM અને વીવીપેટ મામલે વિપક્ષને મોટો ઝટકો, સુપ્રિમ કોર્ટે શું કહ્યું? જુઓ વીડિયો