સૂત્રો તરફથી મળતી જાણકારી અનુસાર, આ મામલે ઓડિશાનાં મુખ્યમંત્રી કાર્યાલય સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ હજુ સુધી તેમનાં તરફથી કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. અક્ષય કુમાર આ પ્રકારનાં કામ પહેલાં પણ કરી ચુક્યો છે. તેણે કેરળ અને ચેન્નઇનાં પૂર પીડિતોને પણ મદદ કરી હતી
આ સાથે જ તેણે પુલવામાંમાં શહિદ જવાનોનાં પરિવારને પણ મદદ મોકલાવી હતી. તેણે શહિદ જવાન જીત રામ ગુર્જરની પત્ની સુંદરી દેવીને 15 લાખ રૂપિયાની મદદ કરી હતી.
જીત રામનાં નાના ભાઇ વિક્રમ સિંહે આ મદદ બદલ અક્ષય કુમારનો આભાર માન્યો હતો. અક્ષયે ગૃહમંત્રાલય સાથે મળીને 'ભારત કે વીર' નામની એપ પણ ચાલુ કરી હતી.