નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટીએ 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.  ભાજપની આ કુલ 21મા યાદી છે. જેમાં ગોરખપુર સીટ પરથી ભોજપુરી એક્ટર રવિ કિશનને ટિકિટ ફાળવવામાં આવે છે. ભાજપે સૌથી મોટો દાવ ગોરખપુરમાં રમ્યો છે. અહીંયા સીએમ યોગી આદિત્યનાથની પ્રતિષ્ઠા દાવ પર હતી. બીજેપી અહીંયા પેટા ચૂંટણી હાર્યું હતું ત્યારથી તેઓ ગઠબંધનનો કેવી રીતે સામનો કરવો તેનું આયોજન કરતું હતું. આ કારણે અહીંયા ભોજપુરી એક્ટર રવિ કિશનને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. દેવરિયાથી રમાપતિ રામ ત્રિપાઠીને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપે સંતકબીર નગરમાં ધારાસભ્ય સાથે બબાલ કરનારા શરદ ત્રિપાઠીની ટિકિટ કાપી છે. તેના સ્થાને પ્રવીણ નિષાદને ટિકિટ આપવામાં આવી છે.  શરદ ત્રિપાઠીના પિતા તથા ઉત્તર પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ રમાપતિ રામ ત્રિપાઠીને દેવરિયાથી ઉમેદવાર બનાવાયા છે.

ભાજપે પાંચ સાંસદોની ટિકિટ કાપી છે. હેવ માત્ર ઘોસી સીટના ઉમેદવારની જ જાહેરાત બાકી છે. પાર્ટીએ યોગી આદિત્યનાથ સરકારના મંત્રી મુકુટ બિહારી વર્માને આંબેડકરનગરથી ઉમેદવાર જાહેર કર્યા છે.


બીજી તરફ આજે આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચે મોટું પગલું ભર્યું છે. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી પર પ્રચાર કરવા રોક લગાવી દીધી છે. જેનો અમલ 16 એપ્રિલથી થશે. યોગી પર 72 કલાક અને માયાવતી પર 48 કલાકનો પ્રતિબંધ લગાવાયો છે.

વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, ત્રણ ગુજરાતીને મળ્યું સ્થાન

યોગી અને માયાવતી પર ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત

તાલાલામાં એક જ દિવસમાં ભૂકંપના પાંચ આંચકા આવ્યા, લોકોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો