ખંડવા જિલ્લાના હરસૂદમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં કમલનાથે કહ્યું, મોદી દેશની સુરક્ષાની વાત કરે છે. શું પાંચ વર્ષ પહેલા દેશ સુરક્ષિત હાથોમાં નહોતો? મોદી જ્યારે પેન્ટ પહેરતા પણ નહોતા શીખ્યા ત્યારે જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધીએ આ દેશનાં સુરક્ષાબળને મજબૂત કર્યુ હતું અને મોદી કહે છે કે, દેશ તેમની વડપણ નીચે જ સુરક્ષિત છે.’
કમલનાથે એક સવાલ કરતા પુછ્યું કે, “કોની સરકારમાં સૌથી વધારે આતંકવાદી હુમલાઓ થયા? દેશની સંસદ પર હુમલો થયો ત્યારે કેન્દ્રમાં કોની સરકાર હતી? ભાજપની સરકાર તે વખતે કેન્દ્રમાં હતી. સૌથી વધારે આતંકી હુમલાઓ ભાજપનાં રાજમાં થયા છે.”
મુખ્યમંત્રી કમલનાથે વધુમાં એમ પણ જણાવ્યું કે, દેશમાં યુવાનોને નોકરીઓ આપવામાં પણ નિષ્ફળ ગયા છે. મોદીએ કરોડો યુવાનોને રોજગારી આપવાનું વચન આપ્યું હતુ પણ કેટલા યુવાનોને નોકરી મળી? કોના દિવસો સારા આવ્યા? મોદીએ કાળુ નાણુ પાછુ લાવવાનું વચન આપ્યું હતું. ક્યાં છે કાળુ નાણું?