ભાજપ ઉમેદવાર ભારતી ઘોષે પ્રચાર અભિયાન દરમિયાન કહ્યું, તમે તમારા ઘરમાં જતા રહો અને અહીંયા હોશિયારી બતાવવાની કોશિશ ન કરો. છુપાવાની કોઇ જગ્યા નહીં મળે. હું તમને તમારા ઘરમાંથી કાઢીને કૂતરાના મોતે મારીશ. હું ઉત્તરપ્રદેશથી 1000 લોકોને લઇ લાવીશ અને તેમને તમારા ઘર પર છોડી દઈશ. જે તમને પાઠ ભણાવશે.
ભારતી ઘોષ પૂર્વ આઈપીએસ અધિકારી છે અને એક સમયે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના માનવામાં આવતા હતા. થોડા દિવસ પહેલા મમતા બેનર્જીએ પણ તેમને મર્યાદા ન ઓળંગવાની ચેતવણી આપી હતી.