નવી દિલ્હી: રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સફર આઈપીએલ 2019માં જીતની સાથે ખતમ થઈ ગઈ છે. જોકે વિરાટ કોહલીની કેપ્ટન્સીવાળી ટીમે અંતિમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 4 વિકેટે હરાવ્યું હતું. પરંતુ આ મેચમાં પણ આરસીબીની ટીમ વિવાદોમાં રહી હતી. ફરી એકવાર તેને ખરાબ અમ્પાયરિંગનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે કેપ્ટન વિરાટ કોહલી એન ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ગુસ્સામાં જોવા મળ્યાં હતાં.

સનરાઇઝર્સની ઈનિંગની 20મી ઓવર ઉમેશ યાદવ કરી રહ્યો હતો. આ ઓવરના પાંચમાં બોલને અમ્પાયર નાઇજેલ લોન્ગે નો બોલ કરાર કર્યો હતો. અમ્પાયરનું માનવું હતું કે ઉમેશનો પાછલો પગ ક્રીઝની લાઈન પર હતો જ્યારે તેને થોડો પાછળ હોવો જોઈતો હતો. જોકે, ટીવી રિપ્લેમાં જોવા મળ્યું કે ઉમેશ યાદવનો પગ યોગ્ય જગ્યાએ પડ્યો હતો.

ઉમેશ યાદવ આ નિર્ણયથી નાખુશ જોવા મળ્યો હતો. તેણે અમ્પાયરને તાત્કાલીક વાત કરી પરંતુ તેઓ માન્યા ન હતાં. કેપ્ટન વિરાટ કોહલી પણ આ ચુકાદાથી હેરાન જોવા મળ્યો હતો. તે પણ અમ્પાયરની પાસે પહોંચ્યો હતો.



આ દરમિયાન કોમેન્ટટર્સે પણ અમ્પાયરના ચુકાદને ખોટો ગણાવ્યો હતો અને કહ્યું કે, આ પ્રકારના નિર્ણયને ટેક્નિકલ આધારે થર્ડ અમ્પયારને બદલવો જોઈએ. જોકે, નો બોલના બાદ ફ્રી હિટવાળો બોલ તેણે યોગ્ય સ્થળે નાખ્યો અને તેની પર કેન વિલિયમસન માત્ર એક રન લઈ શક્યો.