લોકસભા ચૂંટણીઃ ભાજપે મુંબઈ નોર્થ-ઇસ્ટ સીટથી કિરીટ સોમૈયાની આ કારણે કાપી ટિકિટ, જાણો વિગત
abpasmita.in | 03 Apr 2019 09:21 PM (IST)
મુંબઈઃ ભાજપે બુધવારે ઉમેદવારોની નવી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં મહારાષ્ટ્રની 1 અને ઉત્તરપ્રદેશની 5 બેઠકો પર નામ નક્કી કર્યા છે. મુંબઈ ઉત્તર-પૂર્વ બેઠક પરથી હાલના સાંસદ કિરીટ સોમૈયાની જગ્યાએ મનોજ કોટકને ટિકિટ આપવામાં આવી છે. સોમૈયાની આ કારણે કપાઇ ટિકિટ શિવસેના સોમૈયાને ટિકિટ આપવાના વિરોધમાં હતી. ઉદ્ધવ ઠાકરેએ ભાજપના મોવડીમંડળને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તે ઉત્તર-પૂર્વ સીટ પરથી કિરીટ સોમૈયાને નથી ઈચ્છતા. સોમૈયાએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પારિવારિક સંપત્તિ જાહેર કરે તેમ કહ્યું હતું. આ વાત ઉદ્ધવને ખટકી હતી. જેના કારણે શિવસેના અને ભાજપના સંબંધોના ખટાશ આવી ગઈ હતી. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપનું નેતૃત્વ સોમૈયાથી ખુશ નહોતું. કોણ છે મનોજ કોટક મનોજ કિશોરભાઈ કોટક ભારતીય જનતા પાર્ટના કોર્પોરેટર અને બીએમસીના નેગર સેવક દળના સભ્ય છે. તેઓ મુલુંડ વિસ્તારમાં રહે છે. કોટકને ટિકિટ મળ્યા બાદ સોમૈયાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તેઓ કોટકને ટિકિટ મળવાથી ઘણા ખુશ છે અને જીતાડવા માટે પૂરું સમર્થન આપશે. પાર્ટીની અંદર જવાબદારીઓ બદલાતી રહે છે. અખિલેશ યાદવ સામે ચૂંટણી લડનારા ભાજપના ઉમેદવાર કેમ ઓળખાય છે ‘નિરહુઆ’ના નામથી, જાણો વિગત BJPની મહિલા ઉમેદવારે એફિડેવિટમાં છૂપાવી લગ્નની વાત, જાણો વિગત