કોણ છે દિનેશ લાલ યાદવ
દિનેશ લાલ યાદવ યુપીના ગાઝીપુરના ટંડવા ગામનો રહેવાસી છે. તેનો ભાઈ વિજય લાલ યાદવ જાણીતો બિરહા ગાયક છે. દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’ પણ ફિલ્મોમાં આવતા પહેલા બિરહા ગાયક હતો. તેનું બાળપણ અનેક મુશ્કેલીમાં પસાર થયું હતું. પિતા કોલકાતામાં કામ કરતા હતા અને ખૂબ ઓછા પગારમાં પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દિનેશને મળેલા ઉપનામ નિરહુઆની કહાની પણ રોચક છે. 2004માં તેમનું આલ્બમ રિલીઝ થયું હતું, જેનું નામ ‘નિરહુઆ’ સટલ રહે હતું. આ આલ્બમ હિટ રહ્યું હતું અને તે બાદ તેણે આ નિરહુઆ નામ અપનાવી લીધું હતું.
‘નિરહુઆ’ નામે બદલી કિસ્મત
નિરહુઆ નામ જોડાતાં જ તેની કિસ્મત ખુલી ગઈ હતી. તેને સતત નિરહુઆ સીરિઝની ફિલ્મો ઓફર થવા લાગી અને બધી ફિલ્મો સફળ રહી હતી. નિરહુઆ હિંદુસ્તાની પૂર્વાંચલ તથા બિહારમાં ઘરે ઘરે જાણીતું નામ બની ગયું હતું. નિરહુઆને યૂપી સરકાર યશ ભારતીથી સન્માનિત કરી ચુકી છે.
BJPમાં સામેલ થયા બાદ અપાઇ Y+ સુરક્ષા
થોડા દિવસો પહેલા ફિલ્મ અભિનેતા દિનેશ લાલ યાદવે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કર્યા બાદ ભાજપમાં સામેલ થયા હતા. બીજેપીમાં સામેલ થયા બાદ બિરહુઆને વાઇ પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. સ્થાનિક ઇન્ટેલીજન્સના રિપોર્ટ બાદ તેને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.