નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઇ હાલ પક્ષ પલટાની મોસમ ખીલી છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. હમીરપુર લોકસભા સીટ પરથી બીજેપીના ત્રણ વખતના સાંસદ રહેલા સુરેશ ચંદેલ કોંગ્રેસમાં સામેલ થયા છે. ચંદેલે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ અવસર પર હિમાચલ પ્રભારી રજની પાટિલ અને પ્રદેશ અધ્યક્ષ કુલદીપ રાઠોડ પણ હાજર હતા. બીજેપી હિમાચલ પ્રદેશની તમામ ચાર સીટ પર ઉમેદવારોની જાહેરાત કરી ચુક્યું છે, જ્યારે કોંગ્રેસે હજુ સુધી ઉમેદવાર નથી જાહેર કર્યા. પાર્ટી ચંદેલને ટિકિટ આપી શકે છે. સુદેશ ચંદેલની પહેલા પૂર્વ કેન્દ્રીય સંચાર મંત્રી સુખરામ, આશ્રય શર્મા અને હરીશ જનરથ કોંગ્રેસમાં સામેલ થયા હતા. હિમાચલ પ્રદેશમાં લોકસભાની ચાર સીટો છે. જ્યાં 19 મેના રોજ સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન થવાનું છે. 2014 લોકસભા ચૂંટણીમાં બીજેપીએ તમામ ચાર સીટ પર જીત મેળવી હતી. લોકસભા ચૂંટણી 2019: વારાણસીમાં PM મોદીના રોડ શોમાં સામેલ થશે 6 રાજ્યના મુખ્યમંત્રી, એક ડઝન કેન્દ્રીય મંત્રી લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 26 બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્ચે જામશે જંગ ?  જાણો વિગત