હૈદરાબાદઃ લોકસભા ચૂંટણી 2019ના પ્રથમ તબક્કાનું વોટિંગ થઈ રહ્યું છે. પોલિંગ બૂથ વોટિંગ માટે લોકોએ લાઇનો લગાવી છે એટલું જ નહીં વોટિંગ કર્યા બાદ સોશિયલ મીડિયા પર સેલ્ફી શેર કરવાનો ક્રેઝ સામે આવ્યો છે.


વોટ આપ્યા પછી માત્ર આમ આદમી જ નહીં સ્ટાર પણ ફોટો શેર કરી રહ્યા છે. બેડમિંટન પ્લેટર જ્વાલા ગુટ્ટાએ પણ પરિવાર સાથે વોટ આપ્યા બાદ ફોટો શેર કર્યો હતો. ફોટાના કેપ્શનમાં તેણે લખ્યું કે, ભવિષ્ય માટે વોટ આપ્યો.