નવી દિલ્હીઃ વારાણસી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારવાની અટકળો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. કોંગ્રેસે નરેન્દ્ર મોદી સામે વારાણસી સીટ પરથી અજય રાયને ઉમેદવાર બનાવ્યા છે. 2014માં પણ તેઓ મોદી સામે આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમની ડિપોઝિટ પણ બચાવી શક્યા નહોતા. કોંગ્રેસે ફરી એક વખત તેમની પર દાવ રમ્યો છે.

અજય રાય વારાણસીથી ધારાસભ્ય રહી ચુક્યા છે. રાયે તેમના રાજકીય કરિયરની શરૂઆત 1996માં બીજેપી ઉમેદવાર તરીકે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી લડીને કરી હતી. જેમાં તેમનો વિજય થયો હતો. જે બાદ તેઓ સપામાં સામેલ થયા હતા. સપામાં 2009માં લોકસભા ચૂંટણી લડ્યા પરંતુ જીતી શક્યા નહોતા. જે બાદ તેઓ કોંગ્રેસમાં સામેલ થયા અને 2012માં ધારાસભ્ય બન્યા.

જે બાદ 2014માં તેમણે  વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે લોકસભા લડ્યા હતા. આ દરમિયાન તેમણે નરેન્દ્ર મોદીને બહારના વ્યક્તિ અને અરવિંદ કેજરીવાલને ભાગેડુ ગણાવ્યા હતા. પરંતુ તેમનો આ દાવ પણ કામમાં આવ્યો નહોતો. તેમને માત્ર 75 હજાર જ વોટ મળ્યા હતા અને ડિપોઝિટ પણ બચાવી શક્યા નહોતા.


વારાણસીમાં મોદી સામે પ્રિયંકા ગાંધી નહીં લડે ચૂંટણી, જાણો કોને મળી ટિકિટ

PM મોદીનો આજે વારાણસીમાં રોડ શો, સાંજે કરશે ગંગા આરતી