1 કિન્નર ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં
આ વખતે 1 ઉમેદવાર કિન્નર છે, જ્યારે 342 પુરુષો ઉમેદવાર છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 2009માં 26 મહિલાઓએ ઝંપલાવ્યું હતું, જ્યારે આ વખતે 28 મહિલાઓ મેદાનમાં છે. કુલ 28 મહિલા ઉમેદવારોમાંથી 7 મહિલાઓ કરોડપતિ છે. 2014માં ગુજરાતમાંથી 5 કરોડપતિ મહિલા ઉમેદવારો હતો.
60 ટકા ઉમેદવારોનું શિક્ષણ 5 થી 12 ચોપડી વચ્ચે
એડીઆરના રિપોર્ટ પ્રમાણે મહિલા ઉમેદવારો ઓછી સંપત્તિ ધરાવે છે અને તેઓના ગુનાનું પ્રમાણ પણ ઓછું છે. કોંગ્રેસના અમદાવાદ પૂર્વના સાંસદ ગીતાબેન પટેલ પર સૌથી વધુ 6 કેસો છે. જ્યારે 371 ઉમેદવારોમાંથી 60 ટકા ઉમેદવારોનું શિક્ષણ 5 થી 12 ચોપડી વચ્ચે છે. જયારે 7 નિરક્ષર છે. 19 ઉમેદવારો માત્ર અક્ષરજ્ઞાન ધરાવે છે. 33 ઉમેદવારો પાંચમુ પાસ, 72 ઉમેદવારોએ 8મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. 59 ઉમેદવારો 10મું પાસ છે તો 57 ઉમેદવારો 12 પાસ છે. 47 ઉમેદવારો ગ્રેજ્યુએટ, 27 પોસ્ટ ગ્રેજ્યુએટ અને 3 ડોક્ટરેટ છે.
ગુજરાતના 371 ઉમેદવારોની રસપ્રદ વિગતો
- ભાજપના સૌથી વધુ 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
- સૌથી વધુ 26 ટકા ઉમેદવારોએ તેમનો વ્યવસાય ખેતી દર્શાવ્યો છે. 19 ટકાએ બિઝનેસ , 14 ટકાએ મજૂરી કરતાં હોવાનું જણાવ્યું છે. 4 ટકા ઉમેદવારોએ ખેતી-બિઝનેસ બંને તેમનો વ્યવસાય દર્શાવ્યો છે. 5 ટકાએ સામાજિક કાર્યકર હોવાનું જણાવ્યું છે, જ્યારે 8 ટકા નોકરી કરે છે અને 6 ટકા નિવૃત્ત છે.
- દાહોદના અપક્ષ ઉમેદવાર દેવધા સમસુભાઈએ મિલકત ઝીરો દર્શાવી છે.
- કુલ 32 ઉમેદવારો પાન કાર્ડ નંબર આપ્યો નથી.
મતદાન જાગૃતિ માટે અમદાવાદમાં વિવિધ માર્ગ પર લખાયા લખાણ, જુઓ વીડિયો