IPL 2019: હૈદરાબાદે કોલકાતાને 9 વિકેટથી આપી હાર, વોર્નર-બેરિસ્ટોની આક્રમક બેટિંગ
abpasmita.in | 21 Apr 2019 03:34 PM (IST)
પોઇન્ટ ટેબલમાં સનરાઇઝર્સ પાંચમા અને કોલકાતા છઠ્ઠા નંબર પર છે
હૈદરાબાદઃ કોલકાતાએ મેચ જીતવા આપેલા 160 રનના લક્ષ્યાંકને હૈદરાબાદે 15 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર હાંસલ કરી લીધો હતો. હૈદરાબાદ તરફથી વોર્નર અને બેરિસ્ટોની ઓપનિંગ જોડીએ 131 રનની પાર્ટનરશિપ કરી હતી. વોર્નરે 38 બોલમાં 67 રન બનાવ્યા હતા. બેરિસ્ટો 43 બોલમાં 80 રન બનાવી અણનમ રહ્યો હતો. આ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમા 8 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા. કેકેઆર તરફતી ક્રિસ લિને 47 બોલમાં 51 રન, રિંકુ સિહેં 25 બોલમાં 30 રન તથા સુનીલ નારાયણે 8 બોલમાં 25 રન ફટકાર્યા હતા. સનરાઇઝર્સ તરફથી ખલીલ અહમદે 33 રનમાં 3 તથા ભુવનેશ્વર કુમારે 35 રનમાં 2 વિકેટ ઝડપી હતી. બંને ટીમો આ પ્રમાણે છે. RRvMI: જોફ્રા આર્ચરે હાથમાં આવેલા એક-બે નહીં ત્રણ કેચ છોડ્યા, જુઓ વીડિયો