અમદાવાદઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠકો પર પણ વોટિંગ થઈ રહ્યું છે. મતદાન શરૂ થવાની સાથે જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઈવીએમ ખોટકાયા હોવાનું સામે આવ્યું હતું. રાજ્યમાં બપોરે 3 કલાક સુધીમાં સરેરાશ 50 ટકા વોટિંગ થયું છે.

– મતદાન શરૂ થતાંની થોડી જ મિનિટોમાં મહેસાણા તથા સુરતમાં EVM ખોટકાયાનાં સમાચાર મળ્યા.

– ધોળકામાં ઈવીએમ ખોટકાયું

– રાજકોટના એસ્ટ્રોન વિસ્તારમાં 4 ઈવીએમ ખોટકાયા

– અમદાવાદના ચાંદલોડિયામાં ઈવીએમ ખોટકાયું

– બારડોલીના માણેકપોરમાં ઈવીએમ ખોટકાયું

– ગીર સોમનાથના વાવડી ગામે ઈવીએમ ખોટકાયું

– સાબરકાંઠાના તલોદમાં ઈવીએમ ખોટકાયું

– નવસારીમાં બિજલપોરમાં ઈવીએમ ખોટકાયું

– મહેસાણામાં સંસ્કાર જ્યોતિ સ્કૂલમાં ઈવીએમ ખોટકાયું

– અમદાવાદ જિલ્લામાં 3 જગ્યાએ ઈવીએમ ખોટકાયા

– વલસાડમાં ધોબીતળાવમાં ઈવીએમ ખોટકાયું

– મહેસાણામાં બુથ નંબર 94 પર ઈવીએમ ખોટકાયું

-પાટણના સાંતલપુરમાં EVM ખોટકાયું, લુનીચાના ગામે EVM ખોટકાયું

-પ્રાંતિજના સલાલમાં EVM ખોટકાયું, સવારથી EVM ખોટકાતા મતદાનમાં વિલંબ

- રાજકોટમાં માતૃમંદિર શાળામાં EVM ખોટકાયું છે. ઇવીએમ ખોટકાવવાની ફરિયાદો સામે આવતા લોકોમાં ઉચાટ

– વલસાડાના ફલધારા ગામે ઈવીએમ ખોટકાયું છે, મતદાન શરૂ થતા જ ઈવીએમ ખોટકાયા હોવાના અહેવાલ સામે આવ્યા

લોકસભા ચૂંટણી LIVE: રાજ્યમાં બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 50 ટકા મતદાન, ચૂંટણી પંચને 12 ફરિયાદો મળી

PM નરેન્દ્ર મોદીએ સામાન્ય વ્યક્તિની જેમ અમદાવાદમાં કર્યું મતદાન, જાણો વિગત

કન્નૂરમાં VVPAT મશીનમાં નીકળ્યો સાપ, થોડા સમય માટે મતદાન અટક્યું

લોકસભા 2019 : મતદાન કર્યા પછી ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાએ શું કહ્યું?  જુઓ વીડિયો