ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહે કમ્પ્યૂટર બાબા સાથે મળીને આજે રોડ શો કર્યો હતો. આ દરમિયાન રોડ શોમાં મોદી-મોદીના નારા લાગ્યા હતા. જેના કારણે રેલીમાં સામેલ કેટલાક લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી હતી.


ભોપાલમાં છઠ્ઠા તબક્કા અંતર્ગત 12મેના રોજ વોટિંગ થશે. મતદાનની તારીખ નજીક આવવાની સાથે જ તમામ રાજકીય પક્ષો અહીંયા પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. દિગ્વિજય સિંહ માટે આ સીટ પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે, જ્યારે ભાજપ તેની પરંપરાગત સીટને કોઇ પણ હાલતમાં ગુમાવવા માંગતી નથી.


આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ભાજપના ઉમેદવારના સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર માટે રોડ શો કરવાના છે. આ વખતે દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી થઈ રહી છે. તેમાંથી પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.