નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં લોકો કોના પર પસંદગી ઉતારે છે અને કેન્દ્રમાં કોની સરકાર બનશે તેની રાહ આખો દેશ જોઈ રહ્યો છે. 23 મેના રોજ લોકોની આતુરતાનો અંત આવી જશે અને ચૂંટમી મતગણતરી કરશે અને પરિણામ જાહેર કરશે. પરંતુ આ વખતે મતગણતરીમાં વિલંબ થવાને કારણે પરિણામો મોડા આવી શકે છે.



આ માટે ચૂંટણી પંચે કારણ આપતા કહ્યું કે, સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી માટે થયેલ મતદાનના જે પરિણામ 23મી મેનાં રોજ આવવાના છે તેમાં વિલંબ થઈ શકે છે. ઈવીએમના વોટ સાથે વીવીપેટની સ્લીપ મેચ કરવીને કારણે પરિણામો મોડા આવી શકે છે.

ચૂંટણી પંચના અધિકારી સુદીપ જૈને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, આ વખતે ચૂંટણી પરિણામમાં થોડો વધારે સમય લાગી શકે છે. તેમના મત પ્રમાણે આ વખતે પરિણામ 4-5 કલાક મોડા આવી શકે છે. સુદીપ જૈને જણાવ્યું કે, ઈવીએમ અને વીવીપેટની સ્લીપ મેચ કરવામાં મોડું થઈ શકે છે.