પીએમ મોદી પર બનેલી સીરિઝના પાંચ એપિસોડ સ્ટ્રીમ થઈ ચુક્યા છે. ફિલ્મને ચૂંટણી દરમિયાન રિલીઝ કરવા પર ડાયરેક્ટરનું કહેવું છે કે આ માત્ર સંયોગ છે. આ સીરિઝ પર અમે 11 મહિનાથી કામ કરતા હતા, પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારમે સીરિઝને સ્ટ્રીમ કરાવવામાં ટાઇમ લાગ્યો. ચૂંટણી સીઝન દરમિયાન તેને રિલીઝ કરવાનો અમારો કોઇ ઇરાદો નહોતો.
પીએમ મોદી પર બનેલી વેબ સીરિઝ- મોદીઃ જર્ની ઓફ એ કોમનમાં પીએમ નરેન્દ્ર મોદીના જીવનના ત્રણ તબક્કા દર્શાવવામાં આવ્યા છે. જેને ફૈઝલ ખાન, આશીષ શર્મા અને મહેશ ઠાકુરે નિભાવ્યા છે.
ચૂંટણી પંચે પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકની સાથે ચૂંટણી પર અસર કરી શકે તેવી કોઇ પણ રાજકીય ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે.