નવી દિલ્હીઃ હેટ સ્ટોરી-2 અને પાર્ચ્ડ જેવી શાનદાર ફિલ્મો અને સેક્રેડ ગેમ્સ જેવી ધમાકેદાર સીરીઝમાં જોવા મળેલ બોલિવૂડ એક્ટ્રેસ સુરવીન ચાવલાએ દીકરીને જન્મ આપ્યો છે. અહેવાલ અનુસાર સુરવીન ચાવલાએ 15 એપ્રિલના રોજ બેબી ગર્લને જન્મ આપ્યો હતો.



એક ઇન્ટરવ્યૂમાં તેણે પોતાની ખુશી જાહેર કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર પુત્રીની તસવીર પણ શેર કરી છે. મીડિયા સાથે વાત કરતાં સુરવીને જણાવ્યું કે, આ ફીલિંગને શબ્દોમાં કહી શકાય નહીં માત્ર તેનો અનુભવ કરી શકાય.


ઉલ્લેખનીય છે કે, સુરવીન ચાવલાએ અક્ષય ઠક્કર સાથે જુલાઇ, 2015માં લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે, સુરવીને અક્ષય સાથે સિક્રેટ રીતે લગ્ન કર્યા હતા. તેણે 2017માં પોતાના લગ્ન અંગેનું સિક્રેટ ખોલ્યું હતું. બન્નેની મુલાકાત 2013માં એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી.