વારાણસીઃ પીએમ મોદી વારાણસીથી ઉમેદવારી પત્ર ભરશે ત્યારે રોડ શોમાં છ રાજ્યોના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ મળીને કુલ 52 વીઆઈપી સામેલ થશે. જેમાં એક ડઝન જેટલા કેન્દ્રીય મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. રોડ શોને ભવ્ય બનાવવા પાર્ટીએ પૂરી તાકાત લગાવી દીધી છે.

પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન 25 એપ્રિલે બે કલાકે બાબતપુર એરપોર્ટ પહોંચશે. જ્યાંથી હેલિકોપ્ટર દ્વારા બીએચયૂ સ્થિત હેલીપેડ પર ઉતર્યા બાદ કારથી લંકા ચોકડી આવશે. જ્યાં મદન મોહન માલવીયની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કર્યા બાદ રોડ શો શરૂ કરશે. તેમના કાફલામાં આઠ ગાડીઓ હશે.

આશરે ત્રણ કિલોમીટર લાંબા રોડ શોમાં 100 જેટલી જગ્યા પર પીએમના સ્વાગતની તૈયારી કરવામાં આવી રહી છે. રોડ શો દરમિયાન તમામ મુખ્યમંત્રી અલગ અલગ વાહનોથી પ્રધાનમંત્રી સાથે ચાલશે. રોડ શોમાં યુપી, બિહાર, તમિલનાડુ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગોવાના મુખ્યમંત્રી સામેલ થશે. આ ઉપરાંત વારાણસીના 15 જિલ્લાના સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિત અનેક વીઆઇપી પણ સામેલ થશે.

લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 26 બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્ચે જામશે જંગ ?  જાણો વિગત