નવી દિલ્હી: નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 13 રાજ્યો બે કેન્દ્રશાસિત પ્રદેશોની 117 લોકસભા બેઠકો પર મતદાન ચાલુ છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીના મતદાનને જોવામાં આવે તો સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં 52 ટકા મતદાન થયું છે.


પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અમદાવાદમાં મતદાન કર્યું હતું. મતદાન બાદ પીએમ મોદીએ કહ્યં, આતંકવાદનું હથિયાર IED છે અને લોકતંત્રનું હથિયાર વોટર ID છે. મને લાગે છે કે વોટર આઈડીની તાકાત IED કરતા વધુ છે.


ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પત્ની સાથે મતદાન કર્યું હતું.


ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ અમદાવાદના શાહપુરમાં હિંદી સ્કૂલમાં મતદાન કર્યું હતું.


નાણામંત્રી અરૂણ જેટલીએ અમદાવાદમાં મતદાન કેંદ્ર પર મતદાન કર્યું હતું.


મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાલેગણ સિદ્ધિમાં મતદાન કર્યા બાદ સામાજિક કાર્યકર્તા અન્ના હજારેની તસવીર


છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ત્રીજા ચરણના મતદાનમાં દુર્ગમાં મતદાન કર્યું હતું.


કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે સુરેંદ્રનગરમાં મતદાન કર્યું હતું.


કેરલમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરૂવનંતપુરમના ઉમેદવાર શશિ થરૂરે શહરેના એક મતદાન કેંદ્ર પર મતદાન કર્યું હતું.