મુંબઈઃ લોકસભા ચૂંટણીના સાત તબક્કા પૈકી આજે ચોથા તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં જેમાં મહારાષ્ટ્રની 9 સીટો પર વોટિંગ થઇ થયું હતું. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઉદ્યોગપતિઓ, રાજકીય હસ્તીઓ, ફિલ્મ સેલિબ્રિટી સહિત આમ આદમીએ ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહારાષ્ટ્રમાં સરેરાશ 51.06 ટકા વોટિંગ થયું હતું.

દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પરિવાર સાથે પેડર રોડ સ્થિત વિલા થેરેસા હાઇ સ્કૂલમાં વોટિંગ કર્યું હતું. તેમની સાથે પત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ અંબાણી, અનંત અંબાણી અને પુત્રી ઇશા અંબાણીએ મતદાન કર્યુ હતું.


શિરડી એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના, સ્પાઇસ જેટનું વિમાન લેન્ડિંગ વખતે રન વે પરથી લપસ્યું, જાણો વિગત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ જેઠાલાલે વોટિંગ કર્યા બાદ શું કરી અપીલ, જાણો વિગત

સચિને પરિવાર સાથે કર્યુ મતદાન, સારા-અર્જુને પ્રથમ વખત આપ્યો વોટ