વારાણસીથી સપા-બસપા મહાગઠબંધને તેજ બહાદુરને આપી ટિકિટ, PM મોદીને આપશે ટક્કર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Apr 2019 04:04 PM (IST)
ઉત્તરપ્રદેશની વારાણસી બેઠક પર સપા-બસપા મહાગઠબંધને પોતાના ઉમેદવાર બદલ્યા છે. શાલિની યાદવની ટિકિટ કાપી મહાગઠબંધને બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેજ બહાદુર પીએમ મોદીને બનારસમાં ટક્કર આપશે.
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશની વારાણસી બેઠક પર સપા-બસપા મહાગઠબંધને પોતાના ઉમેદવાર બદલ્યા છે. શાલિની યાદવની ટિકિટ કાપી મહાગઠબંધને બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેજ બહાદુર પીએમ મોદીને બનારસમાં ટક્કર આપશે. આ પહેલા સપાના પ્રદેશ પ્રવક્તા મનોજ રાય ધૂપચંડી તેજ બહાદુર યાદવની સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. તેમણે દાવો કર્યો કે તેજ બહાદુર પાર્ટીના ઉમેદવાર હશે. તેમણે કહ્યું, શાલિની યાદવ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત લેશે.