સચિને પરિવાર સાથે કર્યુ મતદાન, સારા-અર્જુને પ્રથમ વખત આપ્યો વોટ
abpasmita.in | 29 Apr 2019 04:03 PM (IST)
સચિને વોટિંગ કર્યા બાદ ટ્વિટર પર તસવીર શેર કરીને લોકોને મોટા પ્રમાણમાં વોટિંગની અપીલ કરી હતી.
મુંબઈઃ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 રાજ્યોની 71 સીટ માટે મતદાન થઈ રહ્યું છે. બપોરે 2 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 38% થયું છે. જેમાં મહારાષ્ટ્રની 9 સીટો પર વોટિંગ થઇ રહ્યું છે. દેશની આર્થિર રાજધાની મુંબઈમાં આજે આમ આદમીથી લઇ બોલિવુડ સેલિબ્રિટી, ક્રિકેટરો, રાજકીય હસ્તીઓએ વોટિંગ કર્યું હતું. ભારતના પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે પરિવાર સાથે મુંબઈના બાંદ્રામાં પોલિંગ સેન્ટર નંબર 203માં મતદાન કર્યુ હતું. સચિને પત્ની અંજલી અને બંને બાળકો સાથે વોટિંગ કર્યું હતું. તેંડુલકરની પુત્રી સારા અને પુત્ર અર્જુને પ્રથમ વખત લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું. સચિને વોટિંગ કર્યા બાદ ટ્વિટર પર તસવીર શેર કરીને લોકોને મોટા પ્રમાણમાં વોટિંગની અપીલ કરી હતી.