શાહરૂખ ખાને પત્ની ગૌરી ખાન સાથે કર્યું મતદાન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Apr 2019 05:19 PM (IST)
મુંબઈમાં આજે બોલિવુડ સેલિબ્રિટી, ક્રિકેટરો અને રાજકીય હસ્તીઓએ વોટિંગ કર્યું હતું. બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાને પત્ની ગૌરી ખાન અને દિકરા અબરામ સાથે મતદાન કરવા માટે પહોંચ્યો હતો.
મુંબઈઃ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 રાજ્યોની 71 સીટ માટે મતદાન થઈ રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 14 ટકા મતદાન થયું છે. જેમાં મહારાષ્ટ્રની 9 સીટો પર વોટિંગ થઇ રહ્યું છે. મુંબઈમાં આજે બોલિવુડ સેલિબ્રિટી, ક્રિકેટરો અને રાજકીય હસ્તીઓએ વોટિંગ કર્યું હતું. બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાને પત્ની ગૌરી ખાન અને દિકરા અબરામ સાથે મતદાન કરવા માટે પહોંચ્યો હતો. શાહરૂખ ખાન પત્ની ગૌરી ખાન સાથે મુંબઈના બ્રાંદ્રામાં મતદાન કર્યું હતું.