સુધીંદ્રએ કહ્યું કે, મને 5 થી 12 એપ્રિલ સુધી રજા મળી હતી. હું રજાને વધારે લંબાવી શકું તેમ નહોતો. કારણકે આ દિવસોમાં ઇસ્ટર અને રમઝાનના કારમે એરપોર્ટ પર ઘણી ભીડ હોય છે. હું કોઇપણ ભોગે વોટ કરવા માંગતો હતો. તેથી મેં રાજીનામું આપીને ઘર પરત આવવાનો ફેંસલો કર્યો.
સુધીંદ્રએ એમબીએ કર્યું છે. તેણે કહ્યું કે, સિડનીમાં વિશ્વભરથી આવતા લોકો વચ્ચે કામ કરું છું. જેમાં યુરોપિયન અને પાકિસ્તાની પણ સામેલ છે. જ્યારે આ લોકો કહે છે કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે ત્યારે મને ગર્વ થાય છે. હું ભારતની બદલાતી છબી અને અને સફળતાનો શ્રેય વડાપ્રધાન મોદીને આપીશ.
તેણે કહ્યું કે, હું સીમા પર જઈને દેશની રક્ષા ન કરી શકું પરંતુ વોટ આપીને એક મતદાર તરીકેને ફરજ તો નિભાવી શકું છું. નોકરીને લઈ તેણે કહ્યું, હું ઓસ્ટ્રેલિયામાં પીઆર કાર્ડ હોલ્ડર છું. હું પહેલા પણ સિડનીમાં રેલવેની સાથે કામ કરી ચુક્યો છું. મને નથી લાગતું કે બીજી નોકરી શોધવામાં કોઇ મુશ્કેલી પડે.
આ પહેલા પણ તે ગત લોકસભા ચૂંટણી દરમિયાન 17, એપ્રિલ 2014ના રોજ ભારત આવ્યો હતો અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ સિડની પરત ફર્યો હતો. આ વખતે પણ તે 23 મેના રોજ પરિણામો જાહેર થયા બાદ સિડની જશે અને બીજી નોકરી શોધશે.
વિપક્ષોએ ફરી ઉઠાવ્યો EVMમાં છેડછાડનો મુદ્દો, સુપ્રીમ કોર્ટમાં કરશે ફરિયાદ
ગુજરાતમાં કૉંગ્રેસ માટે હાર્દિક સૌથી મોટો પ્રચારક, 50 જાહેરસભા માટે ફાળવ્યું હેલિકોપ્ટર, જુઓ વીડિયો