મુંબઈઃ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 રાજ્યોની 71 સીટ માટે મતદાન થઈ રહ્યું છે. બપોરે 2 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 38% થયું છે. જેમાં મહારાષ્ટ્રની 9 સીટો પર વોટિંગ થઇ રહ્યું છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે આમ આદમીથી લઇ બોલિવુડ સેલિબ્રિટી, ક્રિકેટરો, રાજકીય હસ્તીઓએ વોટિંગ કર્યું હતું.


જાણીતી ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવતાં દિલીપ જોષીએ વોટિંગ કર્યા બાદ ટ્વિટ કરીને લખ્યું કે, તમે તમારી સિવિક ડ્યૂટી કરી કે નહીં તેની ખાતરી કરો. મેં હમણા જ કર્યું.


સીરિયલના પ્રોડ્યૂર આસિત કુમાર મોદીએ પણ વોટ કર્યા બાદ ટ્વિટ કરીને લખ્યું કે, મેં પણ વોટ આપ્યો, તમે પણ આપો અને સમૃદ્ધ ભારત બનાવો.